Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 45:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હે પરમ શૂરવીર, તમારી તલવાર કમરે ધારણ કરો; એ તમારું ગૌરવ અને તમારો પ્રતાપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો પ્રતાપ [ધારણ કરો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો; અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 45:3
22 Iomraidhean Croise  

પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. હે પ્રભુ, મારા ઈશ્વર, તમે કેટલા મહાન છો! તમે વૈભવ અને પ્રતાપથી વિભૂષિત છો.


તેઓ અન્ય મનુષ્યો સમક્ષ તમારાં પરાકર્મી કાર્યો અને તમારા રાજ્યાધિકારની ભવ્યતાનું ગૌરવ પ્રગટ કરશે.


તેઓ તમારા ગૌરવની મહત્તા અને ભવ્યતાનું વર્ણન કરશે, અને હું પણ તમારાં અજાયબ કાર્યો પર મનન કરીશ.


તમે અપાવેલા વિજયથી તેમને બહુમાન મળ્યું છે, તમે તેમને કીર્તિ અને ગૌરવ બક્ષો છો.


કારણ, રાજા પ્રભુ પર જ ભરોસો રાખે છે, અને સર્વોચ્ચ ઈશ્વરના પ્રેમને લીધે તે અડગ રહે છે.


સન્માન અને મહિમા તેમની સંમુખ છે; સામર્થ્ય અને ગૌરવ તેમના પવિત્રસ્થાનમાં છે.


વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે.


તેના ગાલ સુગંધીદ્રવ્યોના છોડથી ભરેલા બામ જેવા સુંદર છે. તેના હોઠ બોળના અર્કથી ભિંજાયેલા પોયણા જેવા છે.


તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે.


“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે.


મરેલાં તથા જીવતાંઓના પ્રભુ થવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા, અને ફરીથી સજીવન થયા.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે.


અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


તેમનાં સૈન્યો, સફેદ ઘોડા પર સવારી કરનારાના મોંમાંથી નીકળતી તલવાર વડે મારી નંખાયાં અને બધાં પક્ષીઓએ ધરાઈને તેમનું માંસ ખાધું.


એહૂદે પોતાને માટે લગભગ દોઢ ફૂટ લાંબી એવી એક બેધારી તલવાર બનાવી. તેણે તેને પોતાની જમણી બાજુએ વસ્ત્રોની નીચે બાંધી લીધી હતી.


Lean sinn:

Sanasan


Sanasan