Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 45:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તમે મનુષ્યો કરતાં સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો. તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે. તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 45:2
19 Iomraidhean Croise  

તમે તેમને સર્વકાળ માટે આશિષો આપો છો. તમારી ઉપસ્થિતિથી તેમને પરમ આનંદ પમાડો છો.


પ્રભુ નિખાલસ દયવાળો ચાહના મેળવે છે; અને મિતભાષીને રાજાની મિત્રતા સાંપડશે.


તેથી તું વિવેકબુદ્ધિ સાચવી રાખી શકીશ, અને તારા હોઠો વિદ્યા જાળવી રાખશે.


વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે.


તારી આંખો રાજાને તેના વૈભવમાં જોશે; તેઓ દૂરદૂર સુધી વિસ્તરેલા તેના દેશને જોશે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan