Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 45:11 - પવિત્ર બાઇબલ C.L.

11 રાજા તારા સૌંદર્યની અભિલાષા રાખશે; તે તો તારા પતિ છે; તું તેમનું અભિવાદન કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 રાજા તારા સૌન્દર્ય પર મોહિત થશે; તે તારા પતિ છે માટે તું તેમની સેવાભક્તિ કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે, તે તારા સ્વામી છે, માટે તેની સેવાભકિત કર.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 45:11
25 Iomraidhean Croise  

ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે.


આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્‍નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ.


હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, શું તું તે જગ્યા જાણતી નથી? તો પછી ટોળાંની પાછળ પાછળ ચાલી જા. ત્યાં ભરવાડોના તંબુઓ પાસે તારાં બકરાં માટે ચારો મળી રહેશે.


તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે.


કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે.


હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે.


હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે.


કારણ, તારા સર્જનહાર ઈશ્વર જ તારે માટે પતિ સમાન બની રહેશે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તારા ઉદ્ધારક તો ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. તે આખી પૃથ્વીના ઈશ્વર છે.


તારા ઈશ્વર પ્રભુ તારી મધ્યે છે. તે પોતાના સામર્થ્યથી તારો બચાવ કરનાર છે. પ્રભુ તારામાં હર્ષ પામશે અને તેમના પ્રેમમાં તે તને નવજીવન બક્ષશે.


તેમણે તેમની આરાધના કરી અને ખૂબ હરખાતા હરખાતા યરુશાલેમ પાછા આવ્યા;


થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!”


“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે.


મરેલાં તથા જીવતાંઓના પ્રભુ થવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા, અને ફરીથી સજીવન થયા.


ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું.


Lean sinn:

Sanasan


Sanasan