Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 45:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સુંદર શબ્દોની પ્રેરણાથી મારું હૃદય ઊભરાઈ જાય છે; મારું કાવ્ય હું રાજાને સંબોધું છું: નિપુણ લહિયાની કલમની જેમ મારી જીભ વણથંભી વહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે. મેં રાજા માટે કવિતા રચી છે તે. હું બોલ છું. મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 45:1
23 Iomraidhean Croise  

“પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે.


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


મારા શબ્દો મારા મનની નિખાલસતા પ્રગટ કરશે, અને મારા હોઠો સચ્ચાઈથી જ્ઞાન પ્રગટ કરશે.


ચાલો, આપણે સાચું શું છે તે શોધી કાઢીએ; સારું શું છે તે આપણે નક્કી કરીએ.


પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


જેમ વહેતા ઝરણા માટે હરણ તલસે છે તેમ જ હે ઈશ્વર, તમારે માટે મારો પ્રાણ તલપે છે.


મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે.


હે ઈશ્વર, મને ઉગારો, કેમ કે મારા ગળા સુધી પાણી ચઢી આવ્યું છે.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


જ્ઞાનીનું હૃદય તેના મુખને શાણપણ આપે છે, અને તેથી તેની વાણી અસરકારક બને છે.


મારો રાજા પોતાના મિલનખંડમાં આરામ કરી રહ્યો છે, ત્યારે મારા જટામાંસીના અત્તરની મહેકથી વાતાવરણ મઘમઘી ઊઠયું છે.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


તેમના માથાથી ઉપર ક્રૂસ ઉપર આરોપ દર્શાવતો લેખ મૂકેલો હતો:


આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે; અને એ તો ખ્રિસ્ત અને તેમની મંડળી સંબંધી છે એમ મારું કહેવું છે.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan