Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 44:22 - પવિત્ર બાઇબલ C.L.

22 સાચે જ તમારે લીધે અમે નિરંતર હણાઈએ છીએ, અને ક્તલ થનારાં ઘેટાં જેવાં ગણાઈએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાનાં ઘેટાંના જેવા અમને ગણવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ. તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 44:22
18 Iomraidhean Croise  

સારાએ ડરના માર્યા કહ્યું, “હું હસી નથી. ” પણ તેમણે કહ્યું, “હા, તું ખરેખર હસી.”


તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


મારું બેસવું તથા ઊઠવું એટલે મારું સમગ્ર વર્તન તમે જાણો છો. વળી, તમે મારા વિચાર દૂરથી પણ સમજો છો.


ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે.


પ્રભુ મનુષ્યોના વિચારો જાણે છે; તેમના વિચારો તો હવાની ફૂંક જેવા વ્યર્થ છે.


તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.”


મને તો એમ લાગે છે કે ઈશ્વરે અમ પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે.


“પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ.


મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan