Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 44:17 - પવિત્ર બાઇબલ C.L.

17 અમે તમને વીસરી ગયા નથી, અને અમારી સાથે તમે કરેલ કરારનો ભંગ કર્યો નથી; છતાં આ બધું અમારા પર વીત્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 આ બધું અમારા ઉપર આવી પડ્યું છે; તોયે અમે તમને વીસરી ગયા નથી, અને તમારા કરાર પ્રત્યે અમે નિમકહરામ થયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 44:17
12 Iomraidhean Croise  

જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ અને કોઈ પારકા દેવ સામે હાથ જોડયા હોય,


તેઓ પોતાના પૂર્વજો જેવા વિદ્રોહી અને બેવફા બન્યા અને વાંકા ધનુષ્યના તીરની જેમ આડે રસ્તે ચડી ગયા.


જેથી તે નવી પેઢી ઈશ્વર પર ભરોસો રાખે, અને તેમનાં મહાન કાર્યો વીસરી ન જાય, પરંતુ સદા તેમની આજ્ઞાઓ પાળે.


દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.


હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે.


હું તમને પૂરા નિયંત્રણમાં લાવીશ અને તમને મારા કરારનું પાલન કરતા કરી દઈશ.


મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.


ત્યારે ઇજિપ્ત દેશની ગુલામીમાંથી તમને મુક્ત કરનાર તમારા ઈશ્વર પ્રભુને તમે વીસરી ન જાઓ એ માટે કાળજી રાખજો.


ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan