Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 43:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 43:1
21 Iomraidhean Croise  

દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?”


યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.


અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ)


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો.


હે પ્રભુ, તમારી ન્યાયપ્રિયતાથી મારું સમર્થન કરો; હે મારા ઈશ્વર, મારા શત્રુઓને મારા પર આનંદ કરવા ન દો.


તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો.


અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ)


વિશ્વની બધી પ્રજાઓને તમારી પાસે એકત્ર કરો, અને તેમની મધ્યે તમે ઊંચા ન્યાયાસને બિરાજો.


હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો.


તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો.


હે મારા ઈશ્વર, દુષ્ટોના હાથમાંથી તથા અન્યાયી અને ઘાતકી માણસોની પકડમાંથી મને છોડાવો.


કારણ, ઈશ્વર ન્યાયપૂર્વક શાસન કરે છે; એકને તે નીચો નમાવે છે અને બીજાને ઊંચો ઉઠાવે છે


કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે.


કારણ, ઈશ્વર પોતે જ તેમના સમર્થ ઉદ્ધારક છે; તે તેમનો પક્ષ લઈને તારી સામે મુકદમો લડશે.


હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ.


મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી. પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.


વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan