Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 42:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ખડક સરખા મારા સંરક્ષક ઈશ્વરને હું પૂછું છું: “તમે મને કેમ વીસરી ગયા છો? મારા શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, “તમે મને કેમ વીસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે? શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 42:9
19 Iomraidhean Croise  

હે પ્રભુ, શું તમે મને કાયમને માટે વીસરી જશો? ક્યાં સુધી તમે મારાથી તમારું મુખ છુપાવશો?


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.


હું અત્યંત વાંકો વળી ગયો છું અને લથડી ગયો છું. હું આખો દિવસ શોકમગ્ન રહું છું.


તમે તો મારા સમર્થક છો; તો પછી શા માટે તમે મારી ઉપેક્ષા કરો છો? શા માટે મારા શત્રુઓના જુલમને લીધે હું શોક કરતો ફરું છું?


શત્રુઓની ધમકીઓથી હું આકુળવ્યાકુળ છું, અને દુષ્ટોના દમનને કારણે કચડાઈ ગયો છું; તેઓ મારા પર આક્ષેપો ખડકે છે; તેઓ તેમના ક્રોધમાં મને સતાવે છે.


એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી.


શું ઈશ્વર દયા દર્શાવવાનું વીસરી ગયા છે? કે ક્રોધને લીધે તેમણે અનુકંપા અટકાવી દીધી છે? (સેલાહ)


ત્યારે જ તેમને યાદ આવ્યું કે ઈશ્વર તેમના સંરક્ષક ખડક છે, અને સર્વોચ્ચ ઈશ્વર જ તેમના મુક્તિદાતા છે.


મારી આંખો વેદનાને લીધે નિસ્તેજ થતી જાય છે; હે પ્રભુ, હું તમને દરરોજ પોકારું છું, અને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરું છું.


પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું.


તો હે યાકોબ, હે ઇઝરાયલ, તું શા માટે ફરિયાદ કરે છે કે “મારો સંકટનો માર્ગ પ્રભુથી છુપાયેલો છે અને મારા ન્યાયી હક્કો મારા ઈશ્વરે લક્ષમાં લીધા નથી.”


તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan