Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 42:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું લોકોના ટોળા સાથે જતો, અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના મંદિરમાં દોરી જતો, એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય? ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો, જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો. એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 42:4
28 Iomraidhean Croise  

પ્રભુ જરૂર આપણને બચાવશે અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાં પડવા દેશે નહિ એમ કહીને હિઝકિયા તમને ભરમાવે નહિ.


ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે.


તે પછીના દિવસે એટલે સાતમા માસને ત્રેવીસમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યા. પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકને, દાવિદને અને શલોમોનને આપેલા સર્વ આશીર્વાદોથી તેઓ સૌ હર્ષોલ્લાસી હતા.


“જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ લેતા હતા એ પ્રથમના સમયમાં હું જેવો હતો તેવો ફરીથી બની જાઉં તો કેવું સારું!


આભાર માનતાં માનતાં તેમના મંદિરનાં દ્વારોમાં પ્રવેશો અને સ્તવન કરતાં કરતાં તેમનાં આંગણામાં આવો. તેમની આભારસ્તુતિ કરો અને તેમના નામને ધન્ય કહો.


અન્ય પ્રજાઓ એવું શા માટે પૂછે કે, “તમારા ઈશ્વર ક્યાં છે?”


જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો.


મારા ભાઈઓ અને મિત્રો માટેની લાગણી ખાતર હું યરુશાલેમને કહીશ, “તારામાં શાંતિ થાઓ.”


આપણે પરસ્પર મીઠી મીઠી વાતો કરતા હતા, અને જનસમુદાય સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો.


તમે અમને પડોશી દેશો માટે કજિયાનું કારણ બનાવ્યા છે અને અમારા શત્રુઓ અમારી ઠેકડી ઉડાડે છે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે.


આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે.


રાજર્ક્તાએ પણ સામાન્ય જનતા સાથે જ અંદર દાખલ થવું ને તેમની સાથે જ બહાર જવું.


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


હું અહીંથી ભરીભાદરી નીકળી હતી, પણ પ્રભુ મને ખાલી હાથે પાછી લાવ્યા છે. સર્વસમર્થ પ્રભુએ પોતે જ મને દુ:ખી કરી છે અને મારી સાથે આમ વર્ત્યા છે. તો મને શા માટે ‘સુખી’ કહીને બોલાવો છો?”


Lean sinn:

Sanasan


Sanasan