Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 42:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વર, હા, જીવંત ઈશ્વરને માટે મારો પ્રાણ તલખે છે; હું ઈશ્વરની સમક્ષ જઈને ક્યારે તેમનાં મુખનાં દર્શન કરી શકીશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે મારો આત્મા તલપે છે. હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે. હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 42:2
20 Iomraidhean Croise  

ઈશ્વરને ક્યાં શોધવા એ હું જાણતો હોત તો કેવું સારું! તો તો હું તેમના આસને પહોંચી,


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


તમારો પ્રેમ જીવન કરતાં ઉત્તમ છે. તેથી મારા હોઠો તમારું સ્તવન કરશે.


તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.


મારો પ્રાણ પ્રભુમંદિરના પ્રાંગણ માટે ઝંખે છે અને ઝૂરે છે. જીવંત ઈશ્વરની આગળ મારું હૃદય અને દેહ હર્ષનાદ કરે છે.


તમારા મંદિરમાં વસનારાંને ધન્ય છે. તેઓ નિરંતર તમારી સ્તુતિ કરે છે. (સેલાહ)


તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે.


“દર વરસે આ ત્રણે પર્વો વખતે તમારા સર્વ પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરવા આવવું.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


“સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે.


કારણ, જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવસ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને જીવનનું ઉદ્ભવસ્થાન બનાવ્યો છે.


પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.


આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી.


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


Lean sinn:

Sanasan


Sanasan