Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 41:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 41:9
13 Iomraidhean Croise  

આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.


તેમણે મારા ભાઈભાંડુને મારાથી દૂર કર્યા છે. મારા પરિચિતોથી હું છેક અપરિચિત થઈ ગયો છું.


મારા દિલોજાન દોસ્તો મારી ઘૃણા કરે છે. હું જેમને સૌથી વિશેષ ચાહતો હતો તેઓ મારાથી વિમુખ થયા છે.


હું કશી અધમ બાબતોને મારી દષ્ટિ સમક્ષ રાખીશ નહિ. ઈશ્વરનિષ્ઠાથી વિમુખ થનારનાં કાર્યો હું ધિક્કારું છું; તેમની સાથે મારે કોઈ સબંધ નથી.


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


તારાં મિત્ર રાજ્યોએ તને ઠગ્યો છે. તારા પોતાના જ દેશમાંથી તેમણે તને હાંકી કાઢયો છે. જેઓ તારી સાથે સુલેહશાંતિમાં હતા તેમણે જ તને જીતી લીધો છે. તારી સાથે ખાણીપીણી લેનારાઓએ જ તને જાળમાં ફસાવ્યો છે. તારે વિષે તેઓ કહે છે: ‘તેની બધી ચાલાકી ક્યાં ચાલી ગઈ?’


પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ.


ઈસુએ જવાબ આપ્યો, જે મારી થાળીમાં રોટલી બોળે છે તે જ મારી ધરપકડ કરાવશે.


“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan