Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 40:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમને બલિદાન અને ધાન્ય અર્પણની અપેક્ષા નથી; તમે દહનબલિ તથા પ્રાયશ્ર્વિતબલિ માગતા નથી; પરંતુ આધીનતા માટે તમે મારા કાન ઉઘાડયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે; તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી. તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 40:6
19 Iomraidhean Croise  

ત્યારે તે માણસના કાન ઉઘાડે છે, અને તેમને ચેતવણી દ્વારા ઘાક બેસાડે છે;


ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.


હે ઈશ્વર, મારા વિષેના તમારા વિચારો મને કેટલા મૂલ્યવાન લાગે છે! તેમની સંખ્યા કેટલી મોટી છે!


જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું.


મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો.


તમે માત્ર બલિદાનોથી પ્રસન્‍ન થતા નથી, નહિ તો હું તે ચડાવત; અરે, તમે દહનબલિથી પણ રીઝતા નથી.


મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી!


તો પછી તેને ઈશ્વરની આગળ લઈ જવો. ત્યાં ભક્તિસ્થાનમાં તેને દ્વાર આગળ બારસાખ સરસો ઊભો રાખી તેનો કાન વીંધવો. તે પછી તે હંમેશના માટે તેના માલિકનો દાસ બનશે.


પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.


હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.


જો કે તમે તમારા દહનબલિ તથા ધાન્યાર્પણો ચડાવશો તોપણ હું તેમને સ્વીકારીશ નહિ. વળી, તમારાં પુષ્ટ પશુઓનાં સંગતબલિ પણ હું ગણકારીશ નહિ.


શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ એનો શો અર્થ થાય એ તમે ખરેખર જાણતા હોત તો પછી તમે નિર્દોષને દોષિત ઠરાવત નહિ.


જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્‍ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan