Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 40:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો [એટલાં બધાં] છે, કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે અને અમારા સંબંધી તમારા જે વિચારો છે તે એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 40:5
14 Iomraidhean Croise  

પરંતુ આ તો તેમનાં પરાક્રમની ઝલક માત્ર છે; આપણે તો એનો મંદ રણકાર જ સાંભળીએ છીએ, પણ તેમના સામર્થ્યની ગર્જના કોણ જીરવી શકે?”


ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.


ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.


એકલા તે જ મહાન અને અજાયબ કાર્યો કરે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


મારા વિષેનું તમારું આ જ્ઞાન અતિ આશ્ર્વર્યજનક છે; તે અતિ ઉચ્ચ છે અને મારી સમજની બહાર છે.


મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી!


પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું.


હે પ્રભુ, તમારાં કાર્યો કેટલાં મહાન છે! અને તમારા વિચારો કેટલા ગહન છે!


મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું.


Lean sinn:

Sanasan


Sanasan