Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 40:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે વિનાશના ગર્તમાંથી અને ચીકણા ક્દવમાંથી મને ઉપર ખેંચી લીધો; તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢયો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 40:2
24 Iomraidhean Croise  

મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં.


તમારા વચન વડે મારાં પગલાં સ્થિર કરો, અને કોઈ દુરાચારને મારા પર અધિકાર ભોગવવા ન દો.


શત્રુએ મારો પીછો કરીને મને પાડી દીધો છે; તેણે મને ભૂમિ પર કચડી નાખ્યો છે. લાંબા સમયથી મૃત્યુ પામેલા માણસની જેમ તેણે મને અંધારા સ્થાનમાં પૂર્યો છે.


હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી.


તમે મને મારાં ડગલાં ભરવા મોકળાશ કરી આપી છે, તેથી મારા પગ ડગી ગયા નથી.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે.


જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે ત્યારે તે તેનાં પગલાં દઢ કરે છે.


મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ.


હું ઊંડા કીચડમાં ડૂબી રહ્યો છું, અને પગ ટેકવવા કશો આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડયો છું, અને મારે માથે છોળો ફરી વળી છે.


જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


ઈશ્વર તેમને બંદીવાનોની જેમ ખાડામાં પૂરી દેશે. તેમને સજા કરવાનો સમય આવે ત્યાં સુધી તેમને બંદીવાન રાખવામાં આવશે.


પ્રભુ કહે છે, “બલિદાનના રક્તથી મુદ્રિત કરેલા તમારી સાથેના મારા કરારને લીધે હું તમને, મારા લોકને, દેશનિકાલીના નિર્જળ ખાડામાંથી મુક્ત કરીશ.


અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં તેઓ રડશે અને દાંત કટકટાવશે.


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


Lean sinn:

Sanasan


Sanasan