Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 40:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હું અસંખ્ય સંકટોથી ઘેરાઈ ગયો છું. મારા દોષોએ મને પકડી પાડયો છે, તેથી હું કશું જોઈ શક્તો નથી; તેઓ તો મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હૃદય નિર્ગત થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે, મારા અન્યાયોએ મને પકડી પાડયો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હ્રદય નિર્ગત થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 40:12
13 Iomraidhean Croise  

તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?”


મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં.


પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો.


મારાં પાપનો ગંજ મારા શિર પર ખડક્યો છે; તેમનો ભારે બોજ મારે માટે અસહ્ય છે.


હું સદાસર્વદા તમારા નામનાં ગુણગાન ગાઈશ; અને દિનપ્રતિદિન મારી માનતાઓ પૂર્ણ કરીશ.


વિનાકારણ મારી ઘૃણા કરનારા મારા માથાના વાળ કરતાં વધારે છે. મારો નાશ કરવા ઇચ્છનારા બળવાન છે અને તેઓ વિનાકારણ મારા શત્રુઓ બન્યા છે. જે મેં ચોર્યું નથી તે હું કઈ રીતે પાછું આપું?


મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan