Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી તેમને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હ્રદયમાં મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:7
14 Iomraidhean Croise  

હે પ્રભુ, મને લજ્જિત થવા ન દો, કારણ, હું તમને પોકારું છું. પણ દુષ્ટો લજવાઓ અને મૃત્યુલોક શેઓલમાં ધકેલાઈ જઈને મૂંગા બનો.


પ્રભુમાં મગ્ન રહે; અને તે તારા દયની આકાંક્ષાઓ પૂરી પાડશે.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.


જેથી સર્વ પૃથ્વીવાસીઓ તમારો માર્ગ જાણે અને બધી પ્રજાઓ સમક્ષ તમારો ઉદ્ધાર પ્રગટ થાય.


હે સેનાધિપતિ પ્રભુ, ક્યાં સુધી તમારો કોપ સળગતો રહેશે, અને તમે તમારી પ્રજાની પ્રાર્થનાની ઉપેક્ષા કરશો?


હે પ્રભુ, તમે તમારાં અજાયબ કાર્યોથી મને આનંદ પમાડયો છે; તમારી સિદ્ધિઓને હું આનંદથી બિરદાવું છું.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


તમે તેમને પ્રફુલ્લિત કર્યા છે; તમે તેમનો આનંદ વધાર્યો છે. કાપણી કરતાં કે લૂંટ વહેંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેઓ તમારા સાંનિધ્યમાં અનુભવે છે.


મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી.


પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, અને તમારા પર કૃપા દર્શાવો;


તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.”


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.


Lean sinn:

Sanasan


Sanasan