Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:5
19 Iomraidhean Croise  

આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ.


તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે.


હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ)


શું પ્રભુ સદાને માટે આપણને તજી દેશે? શું તે ફરી કદી પ્રસન્‍ન નહિ થાય?


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


પ્રભુ કહે છે, “હું ઇન્સાફને ચાહું છું અને જોરજુલમ તથા અન્યાયને ધિક્કારું છું. હું મારા લોકને અચૂક બદલો આપીશ અને તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”


તેથી જો તું વેદી પર તારું અર્પણ ઈશ્વરને અર્પવા લાવે અને તને યાદ આવે કે, તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે;


તેઓ લોકોને તેમના પર્વત પર આમંત્રણ આપશે, અને ત્યાં યથાયોગ્ય બલિ ચડાવશે. તેઓ દરિયાઈ વેપારથી અને રણપ્રદેશમાંથીયે તેલ ચૂસીને સંપત્તિવાન થશે.”


તેથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સહન કરનારાઓએ તેમનાં સારાં કાર્યોથી પોતાનું વચન હંમેશાં પાળનાર તેમના ઉત્પન્‍નર્ક્તા પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan