Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 [તેમનાથી] ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:4
17 Iomraidhean Croise  

ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


સત્તાધીશો મારા પર વિનાકારણ જુલ મ કરે છે, પરંતુ મને તમારા શિક્ષણ સિવાય બીજા કશાની બીક નથી.


હે ઈશ્વર, હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હવે મારી તરફ કાન દો, અને મારી અરજ સાંભળો.


આદરયુક્ત ભયથી પ્રભુની આરાધના કરો.


તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ)


હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)


સમસ્ત સૃષ્ટિ પ્રભુનું ભય રાખો, અને પૃથ્વીના સર્વ લોકો તેમનું ડરપૂર્વક સન્માન કરો.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું.


રાત્રે મને મારા ગાયેલા ગીતના શબ્દો સાંભરે છે. હું મનન કરું છું ત્યારે મારા આત્મામાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે,


સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે.


પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.


Lean sinn:

Sanasan


Sanasan