Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું [ચલાવવાનું] ચાહશો? (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 4:2
29 Iomraidhean Croise  

ઈશ્વરના ગૌરવની સેવા કરવાને બદલે ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિની સેવા કરી.


ઓ દુરાચારીઓ, તમે દીનજનોની આકાંક્ષાઓ તોડી પાડો છો, પરંતુ પ્રભુ તેમનો આશ્રય છે.


રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે?


પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો.


વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું.


તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે.


હે માનવી શાસકો, શું તમે સાચો ચુકાદો આપો છો? શું તમે માણસોનો અદલ ઇન્સાફ કરો છો?


દુષ્ટો તો માના પેટે હોય ત્યારથી જ ભટકી ગયેલા હોય છે; અને જન્મથી જ તેઓ અવળે રસ્તે ચડી જાય છે અને જૂઠું બોલે છે.


પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે.


જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે.


તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


આ પૃથ્વી પર જે કંઈ થાય છે તેમાં આ જ મોટું અનિષ્ટ છે કે સૌનું ભાવિ એક જ છે. મનુષ્યોનાં હૃદય ભૂંડાઈથી ભરેલાં હોય છે. જિંદગીભર તેમનાં હૃદયોમાં બેવકૂફી હોય છે અને પછી તેઓ મૃત્યુ પામે છે.


કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.


પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ.


કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો.


એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.


પ્રભુ કહે છે: “તમારા પૂર્વજોને મારામાં શો દોષ માલૂમ પડયો કે તેમણે મને તજી દીધો, અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને પોતે જ વ્યર્થ બની ગયા?


તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે.


“યજ્ઞકારોની સંખ્યા વધે છે, તો તેટલાં પાપ પણ વધે છે. પણ હું તમારા સન્માનને અપમાનમાં ફેરવી નાખીશ.


વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી,


પ્રભુએ મોશેને કહ્યું, “ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી?


યહૂદીઓ એ આરોપ સાથે સહમત થયા અને કહ્યું કે એ બધું સાચું છે.


આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જે કોઈ ગર્વ કરે તેણે પ્રભુ સંબંધી ગર્વ કરવો.”


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


જૂઠા દેવો પાછળ જશો નહિ. તેઓ ન તો તમને મદદ કરી શકે તેમ છે કે ન તો તમને બચાવી શકે તેમ છે; કારણ કે તે સાચા દેવો નથી.


Lean sinn:

Sanasan


Sanasan