Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:9 - પવિત્ર બાઇબલ C.L.

9 કારણ, દુષ્ટોનો સંહાર થશે; પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ વચનના પ્રદેશનો વારસો પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે. અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:9
17 Iomraidhean Croise  

તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે.


નેકજનો વચનના પ્રદેશનો વારસો પામશે, અને તેઓ તેમાં સદા નિવાસ કરશે.


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે.


તું સહાય માટે પોકાર કરે ત્યારે એ તારી સંધરેલી મૂર્તિઓ તને બચાવશે? વાયુ તેમને ઉડાવી દેશે, અરે, તેઓ તો એક ફૂંકમાં ઊડી જશે. પણ મારે શરણે આવનારા તો દેશનો વારસો પ્રાપ્ત કરશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.


મેં એવું કર્યું તેથી હું જ્યાં જ્યાં ફર્યો તે બધો પ્રદેશ હંમેશને માટે મને અને મારાં સંતાનોને હિસ્સામાં ચોક્કસ આપવામાં આવશે તેવું વચન મને મોશેએ આપ્યું હતું.


આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan