Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:7
24 Iomraidhean Croise  

રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


યોબ, તું તો એમ કહે છે કે ‘હું ઈશ્વરને જોઈ શક્તો નથી;’ તો પછી તારો દાવો તેમની સમક્ષ છે અને તું તેમની વાટ જુએ છે, એવું કેવી રીતે બની શકે?


પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો.


મેં ધીરજથી પ્રભુની વાટ જોઈ; અને તેમણે કાન દઈને મારી વિનંતી સાંભળી.


મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો.


મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે.


મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; કેમ કે હું તેમના પર જ આશા રાખું છું.


“હું ભૂંડાઈનો બદલો લઈશ” એવું કહીશ નહિ, પ્રભુ પર ભરોસો રાખ એટલે તે તને ઉગારશે.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


“અરામનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. પોતે અન્ય કોઈ પણ દેવ કરતાં, અરે, સર્વોપરી ઈશ્વર કરતાં પણ મહાન છે એવી બડાઈ મારશે. ઈશ્વરના કોપથી તેને શિક્ષા થાય તે સમય સુધી તે એમ કર્યા કરશે, પણ છેવટે તો ઈશ્વરના નિર્ણય પ્રમાણે જ થશે.


દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?”


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”


Lean sinn:

Sanasan


Sanasan