Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 37:25 - પવિત્ર બાઇબલ C.L.

25 એક વેળા હું યુવાન હતો, અને હવે વૃદ્ધ થયો છું; પરંતુ પ્રભુએ કોઈ નેકીવાનનો ત્યાગ કર્યો હોય કે તેનાં બાળકો ભીખ માંગતા હોય તેવું મેં જોયું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 37:25
22 Iomraidhean Croise  

હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તેનો મૃતદેહ રઝળશે અને ગીધડાંનો આહાર બનશે; તે જાણે છે કે મૃત્યુનો દિવસ નક્કી છે.


યાદ કરી જો કે કોઈ નિર્દોષનો કદી વિનાશ થયો છે? અથવા કોઈ સદાચારીનો કદી નાશ થયો છે?


તેનાં બાળકો રખડી રખડીને ભીખ માગો; તેમને ઉજ્જડ ખંડેરોમાંથી પણ હાંકી કાઢવામાં આવો.


તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે.


તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે.


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે.


હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું.


મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો.


પ્રભુ પોતાના લોકને તરછોડશે નહિ; તે પોતાની સંપત્તિ સમ પ્રજાનો ત્યાગ કરશે નહિ.


સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે.


તેમનાં બાળકોને તેમની આંખો આગળ પછાડીને તેમના ટુંકડા કરી નાખશે, તેમનાં ઘર લૂંટાશે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરાશે.”


કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


દુશ્મનો ઘણા છે, પણ અમે કદીએ મિત્રવિહોણા થયા નથી. ઘણીવાર ખૂબ ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan