Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મેં પ્રભુની શોધ કરી, એટલે તેમણે મને પ્રત્યુત્તર આપ્યો અને મારા સર્વ આતંકમાંથી તેમણે મને મુક્ત કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મેં યહોવાનો શોધ કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:4
20 Iomraidhean Croise  

એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને મેં મારા ઈશ્વરને યાચના કરી; તેમણે પોતાના મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી. પ્રભુનું સામર્થ્ય


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


પરંતુ મારા ઉદ્ધારના શુભેચ્છકો આનંદથી જયજયકાર કરો, અને તેઓ સદા કહો કે, “પોતાના ભક્તના કલ્યાણમાં રાચનાર પ્રભુ મહાન મનાઓ.”


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


તેથી અમે ડરવાના નથી. પછી ભલેને પૃથ્વી મોટા ધરતીકંપોથી કંપી ઊઠે, અને પર્વતો સાગરના તળિયે ફેંક્ય.


હે સર્વોચ્ચ ઈશ્વર, જ્યારે હું ભયભીત થાઉં છું. ત્યારે હું તમારા પર ભરોસો રાખું છું.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


“હે પ્રભુ, મારા સંકટમાં મેં તમને હાંક મારી એટલે તમે મને જવાબ આપ્યો. મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી મેં પોકાર કર્યો એટલે તમે મારું સાંભળ્યું.


માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારે માટે ઉઘાડવામાં આવશે.


હું તમને પણ એમ જ કહું છું. માગો, એટલે તમને મળશે; શોધો, એટલે તમને જડશે; ખટખટાઓ, એટલે તમારે માટે બારણું ઉઘાડવામાં આવશે.


કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


Lean sinn:

Sanasan


Sanasan