Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 [ન્યાયીઓએ] પોકાર કર્યો, અને યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:17
17 Iomraidhean Croise  

એ સમય દરમ્યાન હિઝકિયા મરણતોલ માંદો પડયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી અને તે સાજો થશે એ અંગે પ્રભુએ તેને નિશાની આપી.


પણ ઈશ્વર કદી નિર્દોષ વ્યક્તિનો ત્યાગ કરશે નહિ, કે દુષ્ટોનો હાથ પકડશે નહિ.


તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ.


નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે;


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો.


પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું.


તમે શત્રુઓને સદાને માટે ખતમ કર્યા છે; તેમનાં નગરોને ખંડેરમાં પલટી નાખ્યાં છે, અને તેમનું સ્મરણ પણ રહ્યું નથી.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.”


મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત;


Lean sinn:

Sanasan


Sanasan