Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:16
15 Iomraidhean Croise  

દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી.


તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે.


પ્રભુ સાર્વકાલિક રાજા છે; તેમની ભૂમિ પરથી અન્ય દેવોના ઉપાસકો નષ્ટ થશે.


ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


કાનને ઘડનાર ઈશ્વર, શું નહિ સાંભળે? આંખને રચનાર ઈશ્વર, શું નહિ જુએ?


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે.


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


“તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ તમારી વિરુદ્ધ પડયો છું અને મેં યહૂદિયાનો વિનાશ કરવા નિર્ધાર કર્યો છે!


“ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ.


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan