Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 34:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હું સર્વ સમયે પ્રભુને ધન્યવાદ આપીશ, અને મારે મુખે તેમની સ્તુતિનું રટણ નિરંતર રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 34:1
17 Iomraidhean Croise  

અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી.


હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો.


હું માતાના ઉદરમાં હતો ત્યારથી જ તમે મારા આધાર બન્યા છો; અને જન્મ્યો ત્યારથી તમે મારા રક્ષક છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.


મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર છે. આખો દિવસ હું તમારી શ્રેષ્ઠતા પ્રગટ કરું છું.


લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રભુને પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા, અને બીજા કેદીઓ તેમનું સાંભળતા હતા.


ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા એવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા.


અને સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. તમે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી તમારે વિષે ઈશ્વરની એ જ ઇચ્છા છે.


ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે.


ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો.


રાજાના અધિકારીઓએ આખીશને કહ્યું, “શું આ, એ દેશનો રાજા દાવિદ નથી? સ્ત્રીઓએ નૃત્ય કરતાં કરતાં જેના વિષે ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર’ તે આ જ માણસ છે.”


Lean sinn:

Sanasan


Sanasan