Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 33:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે સમુદ્રનાં પાણી જાણે મશકમાં ભરતા હોય તેમ એકઠાં કર્યાં, અને પાતાળનાં પાણી જાણે કે વખારોમાં સંગ્રહ કરતા હોય તેમ ભરી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેનાં ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્ અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 33:7
11 Iomraidhean Croise  

સાગરની જળસપાટી પર વર્તુળાકાર ક્ષિતિજે તેમણે પ્રકાશ અને અંધકાર વચ્ચે સીમા સ્થાપી છે.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં.


તમારા નસકોરાંના શ્વાસથી સમુદ્રનાં પાણી ઢગલો થઈ ગયાં, મોજાંઓ થંભીને સીધી દીવાલરૂપ બની ગયાં; સમુદ્રના ઊંડાણનાં પાણી ઘટ્ટ થઈ ગયાં.


સમુદ્રો તેમની મર્યાદા ઓળંગે નહિ તે માટે ઈશ્વરે સમુદ્રોની સીમા ઠરાવી ત્યારે, અને તેમણે પૃથ્વીના પાયા આંકયા ત્યારેય એક કુશળ સ્થપતિ તરીકે હું તેમની સાથે હતું. હું પ્રતિદિન તેમને પ્રસન્‍ન રાખતું અને સદા તેમની સમક્ષ આનંદ માણતું.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


ઘોડેસવાર થઈ તમે સમુદ્રને ખૂંદી વળ્યા, ત્યારે તેનાં ઊછળતાં પાણી ફીણ ફીણ થઈ ગયાં.


સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.”


નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan