Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 33:16 - પવિત્ર બાઇબલ C.L.

16 કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 33:16
32 Iomraidhean Croise  

બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.”


તેથી રાજાએ પ્રાંતના સેનાપતિઓ હસ્તકના જુવાન સૈનિકોને બોલાવ્યા. તેઓ બધા મળીને બસો બત્રીસ હતા. પછી તેણે ઇઝરાયલી સૈન્યને બોલાવ્યું. તેમાં એકંદરે સાત હજાર માણસો હતા.


હવે તમે પ્રભુના રાજ્ય સામે એટલે તેમણે દાવિદના વંશજોને આપેલી રાજસત્તા સામે લડવા માગો છો? તમારી પાસે મોટું સૈન્ય છે અને યરોબામે તમારા દેવ થવા બનાવેલ સોનાના વાછરડા લાવ્યા છો.


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


આમ્મોનીઓ અને મોઆબીઓએ અદોમીના સૈન્ય પર ત્રાટકી તેનો સંપૂર્ણ વિનાશ કર્યો, અને પછી તેઓ એકબીજાની સામે ઉગ્ર જંગ ખેલીને ખતમ થયા.


પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે.


તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ?


તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા.


પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ.


વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.


હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


પણ તમે તો તેને બદલે ભૂંડાઈ વાવી છે અને ફસલમાં દુષ્ટતા પામ્યા છો. તમે તમારા જુઠાણાનું પરિણામ ભોગવ્યું છે. “તમે તમારા રથો પર અને સૈન્યબળ પર ભરોસો રાખ્યો છે.


દોડવીરો છટકી શકશે નહિ અને બળવાનો બળનો ઉપયોગ કરી શકશે નહિ કે યોદ્ધાઓ પોતાની જિંદગી બચાવી શકશે નહિ.


ધનુર્ધારીઓ પણ ટકી શકશે નહિ; ગમે તેટલી ઝડપથી દોડે તો ય કોઈ છટકી શકશે નહિ. ઘોડેસ્વારો બચી જશે નહિ.


તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”


પ્રભુએ ગિદિયોનને કહ્યું, “મિદ્યાનીઓને તમારે સ્વાધીન કરી દેવા માટે તારી પાસેના માણસો વધારે પડતા છે. કદાચ, ઇઝરાયલીઓ મનમાં ફૂલાશ મારે કે તેમણે જાતે વિજય હાંસલ કર્યો છે અને એનો જરા પણ યશ મને ન આપે.


પછી ગિદિયોને પ્રભુને કહ્યું, “હજી તારી પાસે ઘણા માણસો છે. તું તેમને જળાશય પાસે લઈ જા અને ત્યાં હું તારે માટે માણસોને અલગ તારવીશ. જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે જાય તે જાય અને જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે ન જાય તે ન જાય.”


ગાથ નગરનો ગોલ્યાથ નામનો યોદ્ધો ઇઝરાયલીઓને પડકારવાને પલિસ્તીઓની છાવણીમાંથી નીકળી આવ્યો. તે આશરે ત્રણેક મીટર ઊંચો હતો.


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan