Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 32:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ [જાણે કે] ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આખો દિવસ અને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 32:4
15 Iomraidhean Croise  

જેમ કોઈ મિત્ર પોતાના મિત્ર માટે અરજ કરે, તેમ તે મારે માટે લવાદી કરે તો કેવું સારું!


મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે.


સાચે જ, મારો ડર રાખવાની કંઈ જરૂર નથી; હું તારા પર ભારે દબાણ કરવાનો નથી.


મારું ગળું ઠીકરાની જેમ સાવ સુકાઈ ગયું છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે; તમે જ મને કબરની ધૂળ ભેગો થવા દીધો છે:


પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે.


ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”


તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી.


તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.”


Lean sinn:

Sanasan


Sanasan