Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 32:10 - પવિત્ર બાઇબલ C.L.

10 દુષ્ટોને ઘણાં દુ:ખો ઘેરી વળે છે, પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ તેમના પ્રેમથી ઘેરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે; પણ જે યહોવા પર ભરોસો રાખે છે, તે તેમની કૃપાથી ઘેરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે; પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 32:10
20 Iomraidhean Croise  

તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે.


બીજાઓ પર જૂઠા આરોપ મૂકનારા સફળ ન થાઓ; હિંસક માણસો પર વિપત્તિ ત્રાટકીને તેમને નષ્ટ કરો.


જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે.


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


પણ અન્ય દેવોના ઉપાસકો દુ:ખમાં ડૂબી જશે; તેથી હું અન્ય દેવોને બલિ ચડાવીશ નહિ, મારે હોઠે તેમનાં નામ લઈશ નહિ.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


અનુભવ કરો અને જુઓ કે પ્રભુ કેવા મધુર છે! તેમનો આશરો લેનારને ધન્ય છે!


પ્રભુ પર ભરોસો રાખનારને ધન્ય છે; એવો માણસ મૂર્તિઓ તરફ વળી જતો નથી, અને જૂઠા દેવોના ઉપાસકો સાથે ભળી જતો નથી.


હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે.


હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે!


આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે.


શિક્ષણ પ્રત્યે ધ્યાન આપનારનું હિત થશે, અને પ્રભુ પર ભરોસો રાખનાર સુખી થશે.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”


કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે.


Lean sinn:

Sanasan


Sanasan