Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:8
13 Iomraidhean Croise  

ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.


યોબ, ઈશ્વરે તને સંકટમાંથી બહાર કાઢયો હતો, અને સંકડાશ વગરની વિશાળ જગામાં દોરી લાવ્યા હતા, અને તારી ભોજનની મેજને સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું હતું.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્‍ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો!


હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો.


તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી.


ઈશ્વરે ઇઝરાયલીઓની ગુલામીની દશા જોઈ અને તેમણે તેમની દરકાર કરી.


હું ઇજિપ્તીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેમના પર નિર્દયપણે શાસન ચલાવશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.


ત્યારે અમે અમારા પૂર્વજોના ઈશ્વરને પોકાર કર્યો. પ્રભુએ અમારો પોકાર સાંભળ્યો અને તેમણે અમારાં દુ:ખ, અમારો સખત પરિશ્રમ અને અમારા પર ગુજરતો જુલમ જોયાં.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ.


અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.”


Lean sinn:

Sanasan


Sanasan