Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સાચે જ તમે મારે માટે ગઢ અને કિલ્લા સમાન છો; તમારા નામની કીર્તિને લીધે મને માર્ગ ચીંધો અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:3
21 Iomraidhean Croise  

દિવસે તમે તેમને મેઘસ્થંભ મારફતે દોર્યા, તો રાત્રે તેમના માર્ગમાં પ્રકાશ પમાડવાને અગ્નિસ્થંભ રાખ્યો.


પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ.


મારા દિવસો ધૂમાડાની જેમ ઊડી જાય છે; મારાં અસ્થિ ભઠ્ઠીની જેમ સળગે છે.


જ્યારે મેં પોકાર કર્યો, ત્યારે તેમણે મારા પ્રત્યે પોતાનો કાન ધર્યો.


હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો.


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


તમે મારા ઉદ્ધારક ઈશ્વર છો. મને તમારા સાચા માર્ગે ચાલતાં શીખવો, હું સદા તમારા પર આશા રાખું છું.


નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે.


તમારો પ્રકાશ અને તમારું સત્ય* મોકલો, જેથી તેઓ મને માર્ગદર્શન આપે; તેઓ મને તમારા પવિત્ર સિયોન પર્વત પર તથા તમારા નિવાસસ્થાનમાં દોરી જાય.


તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો.


હે અમારા ઉદ્ધારર્ક્તા ઈશ્વર! તમારા નામના ગૌરવને ખાતર અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને ઉગારો ને અમારાં પાપોની ક્ષમા કરો.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan