ગીતશાસ્ત્ર 31:11 - પવિત્ર બાઇબલ C.L.11 મારા શત્રુઓ મારી મજાક ઉડાવે છે, અને મારા પાડોશીઓ મારો તુચ્છકાર કરે છે; મારા મિત્રોને મારા પ્રત્યે કમકમાટી ઊપજે છે, અને શેરીમાં મને જોતાંની સાથે જ સૌ નાસે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે. Faic an caibideil |
જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.