Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 30:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેથી મારું સમસ્ત વ્યક્તિત્વ તમારી સ્તુતિ ગાશે અને મૌન રહેશે નહિ; હે મારા ઈશ્વર પ્રભુ, હું સદા સર્વદા તમને ધન્યવાદ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ; હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 30:12
16 Iomraidhean Croise  

હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ અને તેમની સંગતમાં ભળીશ નહિ.


યહૂદીઓને માટે ચેન અને રાહત તથા હર્ષ અને વિજય પ્રાપ્ત થયાં.


આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.”


હે પ્રભુ, હું તમારી આગળ સ્તુતિનાં ગીત ગાઈશ; કારણ, તમે મારા પ્રત્યે ઉદારતા દાખવી છે.


પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ.


તે માટે મારું હૃદય હર્ષિત છે, અને મારો આત્મા ઉલ્લાસિત છે; મારો દેહ પણ સુરક્ષિત છે.


અમે સર્વ સમયે ઈશ્વર વિષે જ ગર્વ ધરાવીએ છીએ; હે ઈશ્વર, અમે સદાસર્વદા તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)


હે મારા પ્રાણ, જાગ! મારી વીણા અને તાનપૂરા તમે પણ જાગો! હું જાતે પ્રભાતને જગાડીશ!


હું નિરંતર તમારા પર આશા રાખીશ, અને હું તમારું સ્તવન અધિક્ધિક કરીશ.


હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો જયજયકાર કરશે, અને મારો ઉદ્ધાર પામેલો પ્રાણ તમારામાં હરખાશે.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને કહું છું કે, જો તેઓ શાંત થશે, તો પથ્થરો પોકારી ઊઠશે.”


કારણ, અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિષે અમારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી.”


“આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!”


Lean sinn:

Sanasan


Sanasan