Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 30:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 30:11
28 Iomraidhean Croise  

તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો.


પછી ઇઝરાયલે કહ્યું, “હાશ, મારો દીકરો યોસેફ જીવે છે! હવે તો મારું મરણ થાય તે પહેલાં મારે તેને જઈને જોવો છે.”


દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો.


જેથી તેમના પર શિક્ષા તરીકે લડાઈ, રોગચાળો કે દુકાળ જેવી કોઈ આફત આવી પડે ત્યારે તેઓ તમે જ્યાં તમારું નામ રાખ્યું છે તે આ મંદિરે આવીને ઊભા રહે અને તેઓ મુશ્કેલીમાં તમારી પ્રાર્થના કરે કે જેથી તમે તેમનું સાંભળીને તેમનો બચાવ કરો.


તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”


આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.”


તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ.


ખંજરી અને નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; તંતુવાદ્યો અને શરણાઈથી તેમની સ્તુતિ કરો.


હે પ્રભુ, હું પોકાર કરું ત્યારે મારો સાદ સાંભળો; કૃપા કરી મને ઉત્તર આપો.


કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.


ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.


રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય,


સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે.


સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે!


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


તેથી યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો હતો.


પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, ‘જલદી કરો. સૌથી સુંદર ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેની આંગળીમાં વીંટી અને પગમાં બુટ પહેરાવો.


હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan