Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 30:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 30:1
24 Iomraidhean Croise  

દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી.


પછી તેણે પ્રભુને માટે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ અર્પ્યા. પ્રભુએ દાવિદની દેશ માટે કરેલી પ્રાર્થના માન્ય કરી અને ઇઝરાયલમાંથી રોગચાળો બંધ થયો.


તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


તે પછી દાવિદ પોતાને ઘેર કુટુંબને આશિષ આપવા ગયો ત્યારે મીખાલ તેને મળવાને બહાર આવી. તેણે કહ્યું, “ઇઝરાયલનો રાજા આજે કેવો માનવંતો લાગતો હતો! કોઈ નિર્લજ્જ માણસ પોતાને નગ્ન કરે તેમ પોતાના અધિકારીઓની દાસીઓ સમક્ષ તેણે પોતાને આજે નગ્ન કર્યો.”


પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”


તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું.


યોઆબને રાજાના હુકમ પ્રત્યે અણગમો હોવાથી તેણે લેવી અને બિન્યામીનના કુળને ગણતરીમાં લીધાં નહોતાં.


મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો.


હે પ્રભુ, તમે દુષ્ટોની ઇચ્છાઓને પૂરી થવા ન દો. (સેલાહ)


હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું, મારી લાજ રાખજો; મારા શત્રુઓને મારા પર જયજયકાર કરવા ન દો.


તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ.


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


મારા કપટી શત્રુઓને મારા ઉપર આનંદ કરવા ન દો, એને વિનાકારણે મારો દ્વેષ કરનારા તેમની આંખના મિચકારા ન મારે.


મારા શત્રુઓ મારી સામે વિજયના પોકાર નહિ કરી શકે ત્યારે હું માનીશ કે તમે મારા પર પ્રસન્‍ન છો.


મારા મુખે સહાય માટે તેમને પોકાર કર્યો, અને મારી જીભે તેમનાં યશોગાન ગાયાં.


વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો.


અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે.


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


“ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે.


Lean sinn:

Sanasan


Sanasan