Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવાની પાસે તારણ છે, લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 3:8
22 Iomraidhean Croise  

ઇઝરાયલીઓ પલિસ્તીઓ પાસેથી ભાગ્યા. પણ શામ્માએ રણક્ષેત્રમાં અડગ રહીને પોતાની હરોળ સાચવી રાખી અને પલિસ્તીઓને મારી નાખ્યા. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો.


હું તમારો જ છું, મને ઉગારો; મેં તમારા આદેશો અનુસરવાનો યત્ન કર્યો છે.


પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો.


તમારા આ સેવક પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો; તમારા પ્રેમને લીધે મારો ઉદ્ધાર કરો.


તેઓ વેગે વહી જતા પાણીની જેમ વિલીન થાઓ; તેઓ બાણ તાકે ત્યારે તે બૂઠાં થઈ જાઓ.


તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.


હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ)


ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે.


ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી.


સાચે જ ટેકરીઓ અને ડુંગરોના દેવદેવીઓનો પૂજા ઉત્સવ કરવો વ્યર્થ છે. ઇઝરાયલને માટેનો ઉદ્ધાર તો આપણા ઈશ્વર પ્રભુ તરફથી મળે છે.


પ્રભુ કહે છે, “હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર તમારો પ્રભુ પરમેશ્વર છું. મારા સિવાય તમારે કોઈ બીજો ઈશ્વર ન હોય. હું જ તમારો ઉદ્ધારક ઈશ્વર છું.


પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!”


જ્યારે કરારપેટી ઉપાડવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, ઊઠો, તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમારો ધિક્કાર કરનારાઓ તમારી સમક્ષથી નાસી જાઓ.”


અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.”


માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.”


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


તેમણે કહ્યું, “હું તને વચન આપું છું કે હું તને આશિષ આપીશ અને ઘણાં સંતાનો પણ આપીશ.”


ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું.


એ પછી સ્વર્ગમાં જાણે કે મોટા જનસમુદાયનો કોલાહલ થઈ રહ્યો હોય એવો મોટો અવાજ સંભળાયો. તેઓ પોકારતા હતા, “હાલ્લેલુયા!


તેમણે મોટે અવાજે પોકાર્યું, “રાજ્યાસન પર બિરાજનાર આપણા ઈશ્વર અને હલવાન દ્વારા જ ઉદ્ધાર છે!


Lean sinn:

Sanasan


Sanasan