Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવા, ઊઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો; કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાગી નાંખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, ઉઠો; મારું તારણ કરો મારા દેવ; એમ હું તમને હાંક મારીશ; કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 3:7
17 Iomraidhean Croise  

યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.


લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”


હું નિર્દય માણસોનાં જડબાં તોડી નાખતો, અને તેમના દાંતમાંથી હું તેમનો શિકાર છોડાવતો.


હે પ્રભુ, ઊઠો; હે ઈશ્વર, દુષ્ટોને સજા કરવા તમારો હાથ ઉપાડો; તમે પીડિતોને વીસરી જશો નહિ.


પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.”


જો કે આખું સૈન્ય મને ઘેરી વળે, તો યે મારું હૃદય ભયભીત થશે નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ જાગે, તો યે હું ઈશ્વર પર ભરોસો રાખીશ.


મને ન્યાય અપાવવા જાગ્રત થાઓ. હે મારા ઈશ્વર અને મારા સ્વામી, મારા દાવાનો ઉકેલ લાવો.


હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘી રહ્યા છો? ઊઠો, સદાને માટે અમારી ઉપેક્ષા ન કરો.


હે ઈશ્વર, એ યુવાન સિંહોનાં મોંમાંથી દાંત તોડી નાખો; હે પ્રભુ, તેમની રાક્ષીઓ પણ ખેંચી કાઢો.


હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ.(સેલાહ)


હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો.


હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો.


શા માટે તમે તમારો હાથ પાછો રાખો છો? શા માટે તમારો જમણો ભૂજ ખોળામાં સંતાડો છો?


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ.


તારું આવી બન્યું છે; કારણ, તું લાકડાના ટુકડાને કહે છે, “જાગ” અને પથ્થરના ટુકડાને કહે છે, “ઊઠ.” મૂર્તિ તને કોઈ વાત પ્રગટ કરી શકે? તેને સોના કે રૂપાથી મઢી હોય તો પણ તે નિર્જીવ છે.


Lean sinn:

Sanasan


Sanasan