Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 29:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવાનો સાદ પાણી પર [ગાજે] છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર [ગર્જના કરે છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે; ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 29:3
21 Iomraidhean Croise  

ઈશ્વર વીજળીના કડાકા દ્વારા તોફાનની આગાહી કરે છે, ઢોરને પણ એની ખબર પડી જાય છે!


શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે?


તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા.


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


તેથી મોશેએ ફેરો પાસેથી શહેર બહાર જઈને પ્રભુ તરફ પોતાના હાથ ઊંચા કર્યા એટલે કરા તથા કડાકા બંધ થયા, ને ધોધમાર વરસાદ પણ બંધ થયો.


ત્યાં ઊભા રહેલા જનસમુદાયે તે વાણી સાંભળીને કહ્યું, “ગર્જના થઈ!” પણ બીજાઓએ કહ્યું, “કોઈ દેવદૂતે એમની સાથે વાત કરી!”


સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું,


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


તે પછી વીજળીના ચમકારા, અવાજો, મેઘના કડાકા અને ભયાનક ધરતીકંપ થયા. મનુષ્યને સર્જવામાં આવ્યું તે દિવસથી આજ સુધી કદી પણ એવો ધરતીકંપ થયો ન હતો. એ સૌથી ભયાનક ધરતીકંપ હતો!


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા.


પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં.


શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા.


Lean sinn:

Sanasan


Sanasan