Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જેઓ પડોશી સાથે મોંએ મીઠું બોલે પણ હૃદયમાં કપટ રાખે એવા દુષ્ટો અને દુરાચારીઓ સાથે મને હડસેેલી દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જેઓ મોઢે શાંતિ અને હ્રદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ” કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:3
17 Iomraidhean Croise  

પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


તેની વાણી શાપ, કપટ અને જુલમથી ભરેલી છે; તેની વાતો ઉપદ્રવ અને દુરાચાર વિષેની જ હોય છે.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો.


પાપીઓ સાથે મારા પ્રાણનો અને ઘાતકી લોકો સાથે મારા જીવનો નાશ કરી દેતા નહિ.


તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી.


હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?


તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા.


તમે તો મને ઉચ્ચપદ પરથી ગબડાવી દેવાની યોજના કરો છો. તમે જૂઠથી હરખાઓ છો, મુખથી આશિષ ઉચ્ચારો છો, પણ દયથી તો શાપ દો છો. (સેલાહ)


જુઓ, દુષ્ટોને દુષ્ટતાનો ગર્ભ રહે છે, તેઓ ઉપદ્રવને ઉદરમાં ઉછેરે છે, અને જૂઠાણાંને જન્મ આપે છે!


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


તેણે સમગ્ર સમાજને કહ્યું, “આ દુષ્ટ માણસોના તંબૂઓ પાસેથી દૂર ખસી જાઓ. તેમની કોઈ ચીજવસ્તુને અડકશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપને લીધે તમારો પણ વિનાશ થઈ જશે.”


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


Lean sinn:

Sanasan


Sanasan