Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 28:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 28:1
21 Iomraidhean Croise  

તેમણે મારા જીવને મોતમાંથી ઉગાર્યો, અને મારું જીવન અજવાળ્યું છે.’


હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું.


હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું.


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી.


હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ)


હે પ્રભુના સંતો, તમે તેમનાં યશોગાન ગાઓ; તેમના પવિત્ર નામનું સ્મરણ કરીને તેમનો આભાર માનો.


“જો હું કબર ભેગો થાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું મારી ધૂળ તમને ધન્યવાદ આપશે? શું તે તમારું વિશ્વાસુપણું પ્રસિદ્ધ કરશે?”


હે પ્રભુ, તમે આ જુઓ છો; તમે મૌન રહેશો નહિ. હે પ્રભુ, મારાથી દૂર થશો નહિ.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


ખડક સરખા મારા સંરક્ષક ઈશ્વરને હું પૂછું છું: “તમે મને કેમ વીસરી ગયા છો? મારા શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”


હે મારા રાજા અને મારા ઈશ્વર, સહાય માટેના મારા પોકાર પર ધ્યાન દો; કારણ, હું તમને પ્રાર્થના કરું છું.


જોજો કે, પાણીની છોળો મને ડૂબાવી ન દે, ઊંડાણ મને ગળી ન જાય, અને કબર તેનું મુખ મારા પર બંધ કરી ન દે.


હું મદદ માટે ઈશ્વરને પોકારું છું; હું ઉદ્વેગમાં તેમને મોટેથી પોકારું છું કે તે મારું સાંભળે.


હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.


આપણે તેમને મૃત્યુલોક શેઓલની માફક જીવતા જ ગળી જઈએ અને ગર્તામાં જનારની જેમ તેમને આખાને આખા ઉતારી દઈએ;


યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે.


કારણ, મૃત્યુલોક શેઓલમાં કોઈ તમારી સ્તુતિ કરી શકતું નથી; મૃત્યુ પામેલાં તમારાં સ્તોત્ર ગાઈ શક્તાં નથી અથવા વિનાશના ખાડામાં જનારાં તમારા વિશ્વાસુપણા પર આશા રાખતાં નથી.


એ દૂતે તેને અગાધ ઊંડાણમાં ફેંકી દીધો અને તાળું મારીને મુદ્રા મારી કે જેથી હજાર વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે લોકોને ફરીથી છેતરે નહિ. એ પછી તે થોડા સમય માટે છૂટો કરાવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan