Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 27:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય [કારી] થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે યહોવા, હું તમારી પાસે આવું છું. તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ. તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર, મારા દેવ, હવે મને છોડી ન દેતા અને મને તજી ન દો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 27:9
23 Iomraidhean Croise  

તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો.


મારા દિવસો ધૂમાડાની જેમ ઊડી જાય છે; મારાં અસ્થિ ભઠ્ઠીની જેમ સળગે છે.


મેં ઇન્સાફ અને નેકીનાં કાર્યો કર્યાં છે; તેથી મને જુલમગારોના કબજામાં તજી દેશો નહિ.


હે પ્રભુ, શું તમે મને કાયમને માટે વીસરી જશો? ક્યાં સુધી તમે મારાથી તમારું મુખ છુપાવશો?


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


એવા જનો પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે, અને તેમના ઉદ્ધારક ઈશ્વર તેમને નિર્દોષ જાહેર કરશે.


તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો?


તમારી સંમુખથી મને કાઢી મૂકશો નહિ, અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.


તમારા આ સેવકથી તમારું મુખ સંતાડશો નહિ; હું સંકટમાં છું; મને સત્વરે ઉત્તર દો.


મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો.


હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.


હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan