Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 27:5 - પવિત્ર બાઇબલ C.L.

5 સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે. અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 27:5
33 Iomraidhean Croise  

પછી અથાલ્યા રાજ કરતી હતી ત્યાં સુધી યોઆશને પોતાની સાથે પ્રભુના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો.


હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો?


તમે મારા આશ્રય અને સંરક્ષક ઢાલ છો; હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું


જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.


તે જ મારા પગોને હરણ જેવા ચપળ બનાવે છે. તે ઊંચા સ્થાનો પર મને સલામત રાખે છે.


તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો.


પ્રભુની સ્તુતિ થાઓ! ઘેરાયેલ નગરની જેમ હું ભીંસમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાનો પ્રેમ અદ્‍ભુત રીતે દર્શાવ્યો.


તેમણે વિનાશના ગર્તમાંથી અને ચીકણા ક્દવમાંથી મને ઉપર ખેંચી લીધો; તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં.


તેમણે આપણા ઈશ્વરની સ્તુતિનું એક નવું ગીત મારા મુખમાં મૂકાયું છે. ઘણા એ જોઈને આદરયુક્ત ભય રાખશે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.


મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ.


કારણ, તમે જ મારા શરણસ્થાન છો; શત્રુઓ સામે મારા સંરક્ષક મિનારા સમ છો.


સંકટને સમયે હું પ્રભુને શોધું છું; રાતભર થાકયા વગર હું પ્રાર્થનામાં મારા હાથ જોડી રાખું છું; મારા પ્રાણે પણ સાંત્વન સ્વીકારવાની ના પાડી.


તેઓ તમારા લોક વિરુદ્ધ ષડયંત્રો રચે છે, અને તમારા સંરક્ષિત લોક વિરુદ્ધ કાવતરાં કરે છે.


સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે;


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.


તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan