Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 27:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું? હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 27:11
22 Iomraidhean Croise  

હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો.


હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો.


જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે.


મારા પગ સમતલ ભૂમિ પર ઊભા છે; હું ભક્તોની મોટી સભામાં પ્રભુની સ્તુતિ કરીશ.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે.


તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો.


તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!*


હે પ્રભુ, તમે મને તમારા માર્ગ વિષે શીખવો; જેથી હું સાચે માર્ગે ચાલું. તમારા નામની ભક્તિ કરવા મારા દયને એકાગ્ર કરો.


આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે.


સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


તેથી તેઓ લાગ શોધતા હતા અને ઈસુને તેમના શબ્દોમાં પકડી પાડીને રાજ્યપાલને સોંપી દેવાના ઇરાદાથી તેમણે નિખાલસ હોવાનો ઢોંગ કરતા કેટલાક જાસૂસોને મોકલી આપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan