Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 26:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હે પ્રભુ, હું તમારા ભવ્ય મંદિરને ચાહું છું; જે ધામમાં તમારું ગૌરવ વસે છે તે મને પ્રિય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર, અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 26:8
22 Iomraidhean Croise  

યજ્ઞકાર અબ્યાથાર પણ ત્યાં હતો. પછી રાજાએ સાદોકને કહ્યું, “કરારપેટી પાછી નગરમાં લઈ જા. પ્રભુની મારા પર રહેમનજર થશે તો કોઈક દિવસે એ મને જોવા મળશે અને જ્યાં એ રાખવામાં આવે છે ત્યાં પ્રભુ મને લઈ જશે.


વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે.


શલોમોને તેની પ્રાર્થના પૂરી કે આકાશમાંથી અગ્નિએ પડીને દહનબલિ તથા બલિદાનો ભસ્મ કરી દીધાં અને પ્રભુના ગૌરવની હાજરીથી મંદિર ભરાઈ ગયું.


મંદિર પ્રભુના ગૌરવથી ભરાઈ ગયું હોવાથી યજ્ઞકારો તેમાં પ્રવેશી શક્યા નહિ.


આપણા ઈશ્વર પ્રભુના મંદિરને હું ચાહું છું; તેથી હું તારા કલ્યાણ માટે પ્રાર્થના કરીશ.


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.


હે પ્રભુ, તમે મને બચાવ્યો છે, તેથી અમે જિંદગીભર અમારા પ્રભુના મંદિરમાં તંતુવાદ્યો સાથે ગાયા કરીશું.


ત્યારે હિઝકિયા રાજાએ પૂછયું, “હું પ્રભુને મંદિર જઈશ એની શી નિશાની છે?”


પછી આત્માએ મને ઊંચકી લીધો અને મેં મારી પાછળ ધરતીકંપના અવાજ જેવી વાણી સાંભળી, “પ્રભુના પરમધામમાં તેમના ગૌરવની સ્તુતિ થાઓ”


ત્રીજે દિવસે તેમણે તેમને મંદિરમાં યહૂદી ધર્મગુરુઓ વચ્ચે બેસીને તેમનું સાંભળતા અને પ્રશ્ર્નો પૂછતા જોયા.


તેમણે તેમને જવાબ આપ્યો, “તમારે મારી શોધ કરવાની શી જરૂર હતી? શું તમને ખબર નહોતી કે મારે મારા ઈશ્વરપિતાના ઘરમાં હોવું જોઈએ?”


Lean sinn:

Sanasan


Sanasan