Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 26:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ. મારા પર દયા રાખીને મને છોડાવી લો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 26:11
19 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.


મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.


હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


પરંતુ ઈશ્વર મારા પ્રાણને ઉગારશે, શેઓલના પંજામાંથી તે મને ઝૂંટવી લેશે. (સેલાહ)


પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ.


મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો.


“હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


Lean sinn:

Sanasan


Sanasan