Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 26:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમના ડાબા હાથ દુરાચારથી ખરડાયેલા છે, અને તેમના જમણા હાથ લાંચથી ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓને હાથે ઉપદ્રવ થાય છે, અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે, અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 26:10
17 Iomraidhean Croise  

પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે.


તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી.


શા માટે તું હંમેશા ઈશ્વરના પ્રિયજનો વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ રચે છે? તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે; તું હંમેશા છળકપટમાં રાચે છે.


તમે લાંચ ન લો; કારણ, લાંચ લોકોને સત્ય પ્રત્યે આંધળા બનાવે છે અને નિર્દોષના દાવાને નિરર્થક બનાવે છે.


કારણ, તેઓ દુષ્ટતા આચરવા દોડી જાય છે, અને ખૂન કરવા સદા તત્પર હોય છે.


કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે.


જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે.


તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.


તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.


પછીની સવારે કેટલાક યહૂદીઓએ એકઠા મળીને એક યોજના ઘડી કાઢી. પાઉલને મારી નાખ્યા વિના અન્‍નજળ નહિ લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી.


તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે.


પણ તેઓ તેમના પિતાને અનુસર્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ વળી ગયા. તેથી તેઓ લાંચ લેતા અને ન્યાય આપવામાં પક્ષપાત કરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan