Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 25:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ ભલા અને સાચા છે. તેથી તે પાપીઓને પોતાના માર્ગ વિષે શીખવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવા ઉત્તમ અને ન્યાયી છે, માટે પાપીઓને તે [પોતાનો માર્ગ] બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહ ઉત્તમ અને ન્યાયી છે; તેથી તે પાપીઓને સાચા માર્ગ વિષે શીખવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 25:8
15 Iomraidhean Croise  

તમે ભલા છો અને ભલાઈ આચરો છો મને તમારાં ફરમાનો શીખવો.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


એ પરથી પ્રભુ ન્યાયી છે એની પ્રતીતિ થાય છે; તે મારા સંરક્ષક ખડક છે અને તેમનામાં કશો અન્યાય નથી.


હે પ્રભુ, તમે સદાચારીઓનો માર્ગ સીધો કરો છો અને તેમનો ચાલવાનો રસ્તો સપાટ કરો છો.


અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.”


જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.


તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan