Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 24:1
18 Iomraidhean Croise  

તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


હે યાહવે, અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામના સન્માનાર્થે મંદિર બાંધવા માટે અમે આ બધી સંપત્તિ એકત્ર કરી છે, પણ એ બધી સંપત્તિ તમારા તરફથી જ પ્રાપ્ત થયેલી છે, અને સર્વ તમારું જ છે.


પણ અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ મેં ઇઝરાયલી સેના માટે ચૂકવી દીધેલી ચાંદીનું શું?” ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “પ્રભુ તમને એથીયે વિશેષ આપી શકે તેમ છે.”


કોણે ઈશ્વરને પૃથ્વી પર અધિકાર સોંપ્યો છે? કોણે સકળ સૃષ્ટિની જવાબદારી તેમને સોંપી છે?


તેના પર હુમલો કરીને કોણ સલામત રહી શકે? આખા આભ નીચે એવું કોઈ છે?


શું તે તારાથી છૂટવા તને કરગરશે? અથવા શું તે મીઠી મીઠી વાતોથી તને ખુશ કરશે?


કારણ, વનનાં સમસ્ત પશુઓ, અને હજારો પર્વતો પરનાં પ્રાણીઓ મારાં જ છે.


જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે.


આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે; સૃષ્ટિ અને તેમાંનાં સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો;


હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે.


મોશેએ તેને કહ્યું, “હું જેવો શહેરમાંથી બહાર જઈશ કે તરત જ પ્રભુ તરફ મારા હાથ ઊંચા કરીને વિનંતી કરીશ એટલે કડાકા બંધ થશે અને કરા પડતા અટકી જશે. એનાથી તમે જાણશો કે પૃથ્વી તો પ્રભુની છે.


તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.”


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”


જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુનાં છે,


Lean sinn:

Sanasan


Sanasan