Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 23:6 - પવિત્ર બાઇબલ C.L.

6 સાચે જ તમારી ભલાઈ અને તમારો પ્રેમ જીવનભર મારા સાથી બનશે અને હું સદાસર્વદા યાહવે ઘરમાં નિવાસ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 23:6
12 Iomraidhean Croise  

પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે.


તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે.


પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું.


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.


ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan